
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આર્ટ્સ ફેકલ્ટીના રશિયન સ્ટડીઝ વિભાગે નવી દિલ્હીના રશિયન એમ્બેસી ખાતે સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ૨૭.૦૨.૨૦૨૫ અને ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ ભાષા સાહિત્ય ભવનના રશિયન સ્ટડીઝ વિભાગ ખાતે રશિયન ફેસ્ટિવલ “MASLENITSA” નું આયોજન કર્યું.
માસ્લેનિત્સા એ ૧ અઠવાડિયાનો રશિયન ફેસ્ટિવલ છે જે રશિયામાં કડક શિયાળાને અલવિદા કહેવા અને વસંત ઋતુને આવકારવા માટે ઉજવવામાં આવે છે.
આ વખતે, નવી દિલ્હીના રશિયન એમ્બેસીમાંથી બે રશિયન નિષ્ણાતો MSUના રશિયન સ્ટડીઝ વિભાગના વિદ્યાર્થીઓ સાથે આ ફેસ્ટિવલ ઉજવવા આવ્યા હતા.

પ્રથમ દિવસે, ૨૭.૦૨.૨૦૨૫ ના રોજ, વિભાગના વિદ્યાર્થીઓએ રશિયન કવિતાઓનું પઠન, રશિયન લોકગીતો ગાવા, રશિયન અને ભારતીય ગીતો પર નૃત્ય, મહાન રશિયન લેખક એન્ટોન ચેખોવની પ્રખ્યાત વાર્તા પર સ્ટેજ નાટક રજૂ કરવા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી. ત્યારબાદ બે રશિયન નિષ્ણાતોએ અમારા વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કર્યું. રશિયનો પ્રખ્યાત રશિયન કઝીન/ફૂડ “બ્લિની” પણ લાવ્યા અને અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ ઉત્સવ દરમિયાન મોટાભાગે ખાવામાં આવતા રશિયન ભોજનનો આનંદ માણવા માટે ઓફર કરી. રશિયન વિભાગના વિદ્યાર્થીઓએ ખરેખર આ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો અને રશિયન નિષ્ણાતો સાથે ગરબા પણ રમ્યા.
બીજા દિવસે, ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ, વિભાગ ખાતે ચિત્રકામ પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો અને રશિયન સંસ્કૃતિ વિશે વાત કરી.
વિદ્યાર્થીઓ રશિયન નિષ્ણાતો સાથે વાતચીત કરીને ખૂબ જ ખુશ થયા અને રશિયન તહેવાર “MASLENITSA” ના આ 2 દિવસીય ઉજવણી દ્વારા રશિયન સંસ્કૃતિ અને ઉત્સવ વિશે શીખવાનો આનંદ માણ્યો.