
વડોદરા: ગુજરાતનું એક અગ્રણી શહેર, તેનો ઐતિહાસિક વારસો અને ઝડપી વિકાસ માટે જાણીતું છે. પરંતુ અત્યારે આ શહેર એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે – પીવાના પાણીની અછત અને તેની ગતિવિધિઓ. નદી અને અન્ય સ્રોતો વડોદરાની પાણીની માંગ પૂરી કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે, અયોગ્ય વહીવટના કારણે નાગરિકો શુદ્ધ પીવાને પાણી માટે હેરાન થઇ રહ્યા છે.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં VMC કોર્ટર માં પીવાનું પાણી ડોહળું અને ગંધ મારતું પાણી આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગઈ કાલે ચોખ્ખું પાણી આવતું હતું પણ આજે સવાથીજ ગંદુ પાણી આવી રહ્યું છે. તસવીર માં સાફ દેખાય રહ્યું છે કે પાણી અતિશય દુર્ગંધ મારતું અને ડોહળું આવી રહ્યું છે. પીવાલાયક પાણી ન આવતા લોકોમાં ચિંતા વધી સાથે લોકો ને ડર લાગી રહ્યો છે કે રોગ ચાળો ફાટી ન નીકળે તો સારું.