

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું, વડોદરા શહેર નજીક આવેલ ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે. અને બની રહ્યા છે. ભાયલી વિસ્તારનો વિકાસ ઝડપભેર વધી રહ્યો છે. લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગનાં હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલી વિસ્તારમાં બનેલી અને બની રહેલી નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ ઉપર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો.