
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે, 28 ફેબ્રુઆરી 2025 થી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો પ્રારંભ થયો છે, જે ક્રિકેટ રસિયાઓ માટે આનંદ અને ઉત્સાહનો વિષય બન્યો છે.

આ લીગમાં વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે, આ ટીમોમાં સચિન તેંડુલકર, યુવરાજસિંગ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ,બ્રાયન લારા, કુમાર સાંગાકારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન,જેક કાલિસ, કેવિન પીટરસન, શોન માર્શ, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 દિગ્ગજ કિક્રેટરો માસ્ટર લીગમાં રમશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.લીગનું આયોજન 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2025 સુધી કરવામાં આવ્યું છે, જેમાં કુલ 6 મેચો રમાશે.
મેચોનું સમયપત્રક આ મુજબ છે.
• 28 ફેબ્રુઆરી: શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા
• 1 માર્ચ: ભારત vs દક્ષિણ આફ્રિકા
• 3 માર્ચ: દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ
• 5 માર્ચ: ભારત vs ઓસ્ટ્રેલિયા
• 6 માર્ચ: શ્રીલંકા vs વેસ્ટ ઇન્ડિઝ
• 7 માર્ચ: ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા