
દારૂ રેકેટ અને ગુનાની પૃષ્ઠભૂમિ
દોઢ મહિના પહેલા, ગોત્રી પોલીસે ગોત્રીના વિસ્તારમાં ગેરકાયદે દારૂનો અંદાજિત ૨૦૦ પેટીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન કેટલાક આરોપીઓ ભાગી ગયા હતા અને મુખ્ય સૂત્રધાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન જાણ્યું કે આ આરોપી માત્ર વડોદરામાં જ નહીં, પણ અન્ય વિસ્તારોમાં પણ દારૂ સપ્લાય કરવાની ચેઇન ચલાવી રહ્યો હતો. આરોપી દયો ઉર્ફે દયાશંકર શર્મા મૂળ ગોરવાનો રહેવાસી.

પોલીસની તપાસ
આરોપી હાથમાંથી છટકી જવા માટે વારંવાર પોતાનું સ્થાન બદલી રહ્યો હતો. પ્રથમ તપાસમાં તે વડોદરાના કેટલાક વિસ્તારોમાં છુપાયો હોવાની જાણ થઈ, પણ પછી એ દમણ તરફ ભાગી ગયો. ગોત્રી પોલીસે આરોપીની મોટે ભાગે દમણમાં હાજરીની માહિતી એક ગુપ્ત સૂત્ર પરથી મેળવી. પોલીસે ટેક્નિકલ તપાસ, મોનીટરીંગ અને ગુપ્તચર માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું. ગોત્રી પોલીસે વડોદરા થી લઈ દમણ સુધી અનેક જિલ્લાઓ માં તપાસ હાથ ધરી પણ આરોપી દયો ઉર્ફે દયાશંકર શર્મા પોલીસ પકડથી ભાગતો રહ્યો. આખરે દોઢ મહિના બાદ અમદાવાદ સી પી ક્રાઈમે ઝડપી પાડ્યો અમદાવાદ થી.